ડિસેમ્બર 3, 2025 7:16 પી એમ(PM)

printer

ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે સોંપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ પંચની રચના કરવામાં આવી હતી.
ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાનોને યોગ્ય તકો તથા રોજગાર અવસરો આપીને અસિમ શક્તિને ગુજરાતના નિર્માણમાં જોડવાની નવ જેટલી ભલામણ કરવામાં આવી છે. જેમાં ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા યોજવી. દર બે વર્ષે રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને ભરતી, પરીક્ષા તેમજ તાલીમના નિયમો માટે કેન્દ્રીય સેલ બનાવવું. હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી કરવી. અરજીથી લઇને નિમણૂંક સુધીની પ્રક્રિયા માટે ડિજિટલ માધ્યમથી કરવી. ઉમેદવારોને એક જ દસ્તાવેજો વારંવાર જુદી જુદી ભરતીઓમાં રજૂ કરવાની જરૂરિયાત ન રહે તેવી વ્યવસ્થા કરવી. ભરતી એન્જસીઓની ક્ષમતાઓમાં વધારો અને પુનઃગઠન, કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ તેમજ 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવાની ભલામણ કરી છે.