રાજ્યમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ – GARC-એ પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. તેમાં પંચે “નાગરિક દેવો ભવઃ”ના અભિગમને રાજ્યમાં ડિજિટલ સુશાસનથી સાકાર કરવા 12 જેટલી મુખ્ય ભલામણ કરી છે.
પંચે અહેવાલમાં ‘એક રાજ્ય – એક પૉર્ટલ’ના સંકલ્પ સાથે “સરકાર નાગરિકોના ઘરઆંગણે” “ગવર્મેન્ટ ઍટ ધ ડૉર સ્ટૅપ ઑફ ધી સિટીઝન”નો મંત્ર ચરિતાર્થ કરવા ભલામણ કરી છે. સાથે જ ડિજિટલ ગુજરાત 2.0 પૉર્ટલ વિકસાવીને તેને ફરી સક્રિય કરવાથી સક્રીય સુશાસનથી નાગરિક કેન્દ્રીત સેવા વિતરણ અમલ કરવા ભલામણ કરવામાં આવી છે. તેનાથી રાજ્ય સરકારની સેવાઓ માટે વારંવાર માહિતી આપવામાંથી છૂટકારો એટલે કે, ‘એકવાર માહિતી આપો – વારંવાર લાભ મેળવો’નો ધ્યેય સાકાર થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 7:19 પી એમ(PM)
ગુજરાત વહીવટી સુધારણા પંચે 12 જેટલી મુખ્ય ભલામણ સાથેનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો