જૂન 23, 2025 2:31 પી એમ(PM)

printer

ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો

ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો છે.
GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શી, ઝડપી અને નાગરિક કેન્દ્રિત શાસન સુનિશ્ચિત કરતી 10 ભલામણો કરવામાં આવી છે.
આ ભલામણોમાં એક વિદ્યાર્થી – એક આઈ.ડી. – એક પોર્ટલ, નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન વિતરણ માટે સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ, સરકારના બધા વિભાગોના GR સંકલિત કરવા વિશિષ્ટ ટાસ્કફોર્સ, રાજ્યના તાલુકા-ગામડાઓની તમામ સરકારી સંપત્તિઓ-સેવાઓની GIS આધારિત પ્રણાલી – પ્રોજેક્ટ ઇન્સ્પેક્શનથી યુ.ટી.સી. સુધીની બાબતો, જાહેર પરિવહન સરકારી બસ સેવાઓમાં ટિકિટ ખરીદી QR કોડ કે UPI માધ્યમથી થઈ શકે તેવી વ્યવસ્થાઓ, DG લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી લિંક કરવા સહિતની ભલામણોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.