ગુજરાત વડી અદાલત વકીલ સંગઠન સહિત રાજ્યના 278થી વધુ વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ. સાંજે પાંચ વાગ્યા સુધી યોજાયેલી ચૂંટણીમાં વડી અદાલતના વકીલ સંગઠનમાં બે હજાર 500થી વધુ અને વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીમાં એક લાખથી વધુ વકીલે મતદાન કર્યું. આજે રાત સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.
અમદાવાદની મૅટ્રો અદાલતમાં પણ પ્રમુખ, ઉપ-પ્રમુખ, સચિવ, સંયુક્ત સચિવ, ખજાનચી, કાર્યકારી સમિતિ વગેરે માટે છ હજારથી વધુ વકીલ મતદારોએ મતદાન કર્યું હોવાનું ગુજરાત વકીલ પરિષદના અધ્યક્ષ જે. જે. પટેલે જણાવ્યું.
ભરૂચ જિલ્લામાં પણ વકીલ મંડળની ચૂંટણીમાં 50 ઉમેદવારો માટે 876 જેટલા મતદારોએ મતદાન કર્યું.
ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના આદેશથી તમામ વકીલ મંડળમાં ખજાનચી માટે મહિલાનું પદ અનામત રખાયું છે.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:17 પી એમ(PM)
ગુજરાત વડી અદાલત વકીલ સંગઠન સહિત રાજ્યના 278થી વધુ વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ