ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 7:36 પી એમ(PM)

printer

ગુજરાત વડી અદાલતે 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી

ગુજરાત વડી અદાલતે 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે.
વડી અદાલતમાં હાલ દિવાળી વેકેશન વચ્ચે તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી.. આજે નિષ્ણાત તબીબોની તપાસ બાદ વડી અદાલતે ગર્ભપાતની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધાયેલો છે.