હવે મુસ્લિમ વક્ફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે. ગુજરાત વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવાની રહેશે. આ સાથે જ વડી અદાલતે કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને ફગાવી દીધી છે.
ચુકાદાને આવકારતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ન્યાયિક ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરનારો ગણાવ્યો. જ્યારે કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ કહ્યું, આ ચુકાદો બંધારણીય સમાનતાના મૂલ્યોને વધુ દ્રઢ કરે છે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM)
ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો – હવે મુસ્લિમ વક્ફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે.