ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરાયો છે. આ ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા 114 કરોડથી વધુના કરપાત્ર વ્યવહારો અને 20 કરોડથી વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે.જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત એક ફાર્માસ્યુટિકલ ગ્રૂપની કુલ 11 સંબંધિત પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે જીએસટી ચોરીનો પર્દાફાશ કરાયો છે.જીએસટી વિભાગ દ્વારા કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, ઘણી પેઢીઓ અમદાવાદ ખાતે આવેલ એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી.કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના જીએસટી રજિસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવી હતી. જયારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં સંડોવાયેલી હતી.
Site Admin | જાન્યુઆરી 22, 2026 9:22 એ એમ (AM)
ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્મા ગ્રૂપ દ્વારા કરાયેલી GST ચોરીનો પર્દાફાશ