ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર- ગુલામી કેસમાં જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજદીપસિંહ ઝાલાએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ટુકડી યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રી જેવા કામોને બહાને લઇ જવા લલચાવતા હતા. આ રેકેટમાં સંકળાયેલા બે પાકિસ્તાની નાગરિકો આ લોકોને સરહદ પાર કરાવીને દક્ષિણ એશિયાઇ દેશોમાં મોકલતા હતાં. 41 ભારતીય નાગરિકોને દુબઇ રૂટથી થાઇલેન્ડ અને મ્યાનમાર જેવા દેશોમાં મોકલી ગુલામી કરાવતા હતા.
Site Admin | નવેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)
ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર- ગુલામી કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી