જૂન 19, 2025 9:35 એ એમ (AM)

printer

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ છે. તેમાં એક યોગ સત્રમાં એક લાખ 47 હજાર 952 લોકોએ ભાગ લીધો. જ્યારે 50 હજારથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. બોર્ડના પ્રયાસને કારણે રાજ્યભરમાં પાંચ હજારથી વધુ સ્થળ પર દૈનિક યોગાભ્યાસની પ્રથા શરૂ થઈ અને પાંચ લાખથી વધુ નાગરિકને તેનો લાભ મળી રહ્યો છે. બોર્ડનું લક્ષ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં યોગનો પ્રસાર કરવા દૈનિક 50 હજાર વર્ગ અને 10 લાખ પ્રેક્ટિશનર્સને તાલીમ આપવાનું છે. ઉપરાંત, બૉર્ડ રાજ્યમાં 51 સ્થળ પર “યોગ નિલયમ્” સ્ટૂડિયો સ્થાપિત કરશે