ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ જૂનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ 2025-26માં ભાવનગરની બોયઝ અને ગર્લ્સ બંને ટીમો વિજેતા બની છે. ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને કચ્છ જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમગ્ર રાજ્યમાંથી 16 બોયઝ અને ૧૦ ગર્લ્સની ટીમ સહિત કુલ 26 ટીમો આ સ્પર્ધામાં સામેલ થઈ હતી.ભુજ શહેરના સેડાતા રોડ ઉપર આવેલા સૂર્યા વરસાણીના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્ટેટ જૂનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના પ્રારંભ સમયે કચ્છ જિલ્લા બાસ્કેટબોલ ઓસોસિએશનનાં હોદ્દેદારો સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 23, 2025 10:18 એ એમ (AM)
ગુજરાત રાજ્ય બાસ્કેટ બોલમાં ભાવનગરની બંને ટીમો ચેમ્પિયન બની
