સપ્ટેમ્બર 28, 2024 7:23 પી એમ(PM)

printer

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે.આજે સવારે ગાંધીનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0થી પરજય આપ્યો હતો. મેચની શરૂઆતથી જ જૂનાગઢની ટીમે મેચ ઉપર પકડ જમાવી દીધી હતી. છેલ્લે જૂનાગઢનીફૂટબોલ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.