ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે.પડતર પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓને લઇને આ હડતાળ કરાઇ હતી.બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ હડતાળમાં જીલ્લાના એક હજાર ચારસો જેટલા આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાયા હતાં.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીએ માહિતી આપી હતી કે પાટણ જિલ્લાના ગ્રામ્યક્ષેત્રે કાર્યરત તમામ 52 જેટલા પીએચસીમા ફરજ બજાવતા વિવિધ ચાર કેડરના 600 ઉપરાંત કર્મચારીઓ આંદોલનમાં જોડયા હતા.આ ઉપરાંત નર્મદા,મહિસાગર સહિતના અન્ય જીલ્લાઓમાં પણ આંદોલન કરવામાં આવ્યું હતું.
Site Admin | માર્ચ 17, 2025 6:24 પી એમ(PM) | હડતાળ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી
