ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા. 
BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર “રશિયા-બ્રિક્સ”, યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્રોજેક્ટ ઓફિસના સહયોગથી યોજાઈ રહી છે.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા સૌથી પ્રતિભાશાળી યુવાનોને BRICS સાથે જોડવા માટે પહેલ છે જે યુવાનોમાં સહાનુભૂતિ, સાંસ્કૃતિક સમજણ અને વિશ્વ પ્રત્યેની જવાબદારીની ભાવનાને ઉપજાવશે.  
આ કાર્યક્રમ માટે ભારતમાં આવેલા બ્રિક્સ એજ્યુકેશન એક્સપેડીશન ના વડા ડાયના કોવેલાએ જણાવ્યું હતું કે, “બ્રિક્સ એજ્યુકેશન એક્સપેડીશનના વિચારને કઝાનમાં તાજેતરના બ્રિક્સ સમિટ દરમિયાન આધાર મળ્યો હતો. બ્રિક્સ દેશોના વડાઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલ કાઝાન ઘોષણાપત્રમાં સહકાર અને પ્રોત્સાહન આપવાનું વચન આપવામાં આવ્યું હતું.