જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM) | ગુજરાત યુનિવર્સિટી

printer

ગુજરાત યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી.

ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો.
આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લૉ વિભાગની વિદ્યાર્થીનીને LLBમાં પ્રથમ ક્રમે આવવા બદલ કુલ 11 જેટલા સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જ્ઞાનની સાથે એક ઉમદા ચરિત્રનું ઘડતર પણ ખૂબ જરૂરી છે. તેમણે આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી હતી. તેમણે આધુનિક સ્માર્ટ ગેજેટના વપરાશની સાથે સાથે પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરી જિંદગીના ઉમદા પાઠો શીખવા યુવાનોને અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે યુવાનોને ઉચ્ચ ધ્યેય,ઉંચા સપનાઓ અને સખત મહેનતનો નારો આપ્યો હતો. તેમણે દરેકને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.