ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી. તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે. આ ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળશે. A+ ગ્રેડ મળવાને કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીની ડિગ્રીમાં A+ ગ્રેડનો ઉલ્લેખ થશે. જેથી એડમિશન અને જોબ ઓફરમાં ફાયદો થશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, NAACને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. NAACના જે નિયમો હતા તે પણ પૂરા કર્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પંદર દિવસ પહેલા NACCની ટીમે મુલાકાત કરી હતી. ટીમ 3 દિવસ યુનિવર્સિટીમાં નિરીક્ષણ કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 11:09 એ એમ (AM)
ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો