ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 17, 2025 6:28 પી એમ(PM) | ગુજરાત

printer

ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું

ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, રાજ્યના મેડિકલ ટુરીઝમ ઉદ્યોગનો વાર્ષિક ૩૦ ટકાના દરે વિકાસ થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે, અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજીત ‘ગ્લોબલ હેલ્થ-ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ’ કાર્યક્રમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
ગુજરાતના મેડિકલ ટુરીઝમ અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાત રાજ્ય ભારતના મેડિકલ ટુરીઝમ ક્ષેત્રમાં ૨૫-૩૧ ટકા યોગદાન આપે છે.
૧૬થી વધુ દેશ અને ભારતના ૧૪ રાજ્યોના ડેલિગેશન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં