જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)

printer

ગુજરાત મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા

મૂળ ગુજરાતનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા. સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ સંસ્થા નસામાંથી નિવૃત્તિ લીધી.
એક સત્તાવાર નિવેદનમાં નાસાએ જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS માટે ત્રણ મિશન પર ઉડાન ભરી, 608 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા, જે નાસા અવકાશયાત્રી માટે બીજા ક્રમે સૌથી વધુ હતા, અને કુલ 62 કલાકથી વધુ નવ સ્પેસવોક પૂર્ણ કર્યા હતા, જે એક મહિલા દ્વારા સૌથી વધુ છે. તે અવકાશમાં મેરેથોન દોડનાર પ્રથમ વ્યક્તિ પણ હતા. તેમના પિતા મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના હતા

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.