ડિસેમ્બર 21, 2024 8:38 એ એમ (AM)

printer

ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો

દરિયાકિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો છે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે તથા કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.