જાન્યુઆરી 7, 2026 7:02 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ ત્રણની 950 ટૅક્નિકલ જગ્યા માટે ભરતીની જાહેરાત.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ ત્રણની 950 ટૅક્નિકલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો નવથી 29 જાન્યુઆરી સુધી આ માટે ઑનલાઈન અરજી કરી શકશે.
સત્તાવાર યાદી મુજબ, વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 172 અને ટૅક્નિકલ ઑપરેટરની 698 મળી 870 જગ્યા છે. જ્યારે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં PIની 35 અને હેડ કૉન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ- એકની 45 મળી 80 જગ્યા માટે ભરતી થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.