ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે લોકરક્ષક કેડરની કુલ બાર હજાર જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવેલી શારીરીક કસોટીમાં દસ લાખ 73 હજાર ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરમાં ઉર્તિણ થયેલા બે લાખ 47 હજાર 503 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.લોકરક્ષકની લેખિતી પરીક્ષા અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરની કુલ 825 શાળાઓમાં સીસીટીવી કેમેરા હેઠળ યોજાશે. કોઈપણ જાતની ગેરરીતી ન થાય તે માટે 8 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, અને 18 હજારથી વધુ શિક્ષણ વિભાગનાં અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવા માટે એસ.ટી. વિભાગ દ્વારા ઉમેદવારોના વતનના નજીકના ડેપોથી પરીક્ષા કેન્દ્ર સુધી જવા આવવા માટેની વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | જૂન 15, 2025 10:04 એ એમ (AM)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે લોકરક્ષક કેડરની કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા
