જાન્યુઆરી 19, 2026 2:16 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યના નિર્ધારિત 15 શહેર, જિલ્લા, SRP જૂથ, તાલિમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્ર ખાતે બોલાવવામાં આવશે.
11 ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારની 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી તથા ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની 21 જાન્યુઆરીથી છ માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે. પુરુષ ઉમેદવારોએ પાંચ હજાર મીટરની દોડ 25 મિનિટમાં, મહિલા ઉમેદવારોએ એક હજાર 600 મીટરની દોડ નવ મિનિટ અને 30 સેકેન્ડમાં તથા માજી સૈનિક ઉમેદવારોએ બે હજાર 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.