ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 3:40 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસ દ્વારા પોકસો ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા પોલીસ સહિત 1345 અધિકારી પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા

ગુજરાત પોલીસ દ્વારા પોકસો ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા પોલીસ સહિત 1345 અધિકારી પોલીસ કર્મચારીઓને 12 લાખ 64 હજાર 630 રૂપિયાનું રોકડ રકમ આપી સન્માનિત કરાયા છે.
અમારાં ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગુજરાત પોલીસ બાળકો અને સગીર દીકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં બાળકો સામે ગુના આચરનારા લોકો સામે ઝડપી કડક કાર્યવાહી કરી ભોગ બનનાર પરિવારને જલ્દી ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ કાર્ય કરી રહી છે. છેલ્લા 3 વર્ષમાં પોકસો ગુના હેઠળ 609 આરોપીઓને સજા કરવામાં આવી છે.