સપ્ટેમ્બર 28, 2025 9:43 એ એમ (AM)

printer

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુના સમૂહનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, ગુજરાત પોલીસ દુબઈ, વિએતનામ અને કમ્બોડિયાથી સંચાલિત થતા એક વિશાળ સમૂહની માહિતી સામે લાવી છે.