મે 17, 2025 7:22 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસે છેલ્લા 15 દિવસમાં મહત્વના 12 સાયબર કેસ ઉકેલ્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા છેલ્લા ગત 15 દિવસમાં મહત્વના 12 સાયબર કેસ ઉકેલ્યા છે. રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સફળતા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.