ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 9, 2024 7:36 પી એમ(PM) | ગુજરાત પોલીસ

printer

ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં 836 કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં ૮૩૬ કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કરી ૧૪ આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિષે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી છે. અન્ય દેશોમાંથી દરિયાઇ માર્ગે ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવામાં ગુજરાત પોલીસ સતત સતર્ક છે.
આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટેના ર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ રાજ્યમાં અમલમાં છે.
યુવાનોને આ ચુંગાલથી દૂર રાખવા સંતો-મહંતો, નેતાઓ-અભિનેતાઓ, સહિત તમામ જાગૃત નાગરિકોને ‘એક પરિવાર’ બનીને સહયોગ આપવા તેમણે અપીલ કરી છે.