જૂન 17, 2025 7:42 પી એમ(PM)

printer

ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
દરમિયાન ગુજરાતમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર જેવા જિલ્લાઓમાં સતત બીજા દિવસે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.