ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2025 9:26 એ એમ (AM)

printer

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના ટોલ્યુએન ડાયસોસાયનેટ પ્લાન્ટને હંગામી ધોરણે બંધ કરાયો

ભરૂચના દહેજ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ GNFC ભારતમાં બે TDI ટોલ્યુએન ડાયસોસાયનેટ પ્લાન્ટને ગેસ લિકેજની ઘટનાને કારણે હંગામી ધોરણે બંદ કરવામાં આવ્યો છે.કંપની દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર વાર્ષિક 50 હજાર ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્લાંટને સાવચેતીની ભાગરૂપે 19 સપ્ટેમ્બરના રોજ સર્જાયેલા ગેસ લીકેજને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. તેમજ જાનમાલનું કોઇ નુકસાન નહીં થયું હોવાનું કંપની દ્વારા જાહેર કરાયું છે.