ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 8:01 એ એમ (AM)

printer

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મુકાબલો

IPLમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે.દરમ્યાન ગઇકાલે મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 218 રનના લક્ષ્યાંકના જવાબમાં રાજસ્થાનની ટીમ 117 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે 30 રન બનાવ્યા. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્માએ 3-3 વિકેટ લીધી.પ્રથમ રાજસ્થાને ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રાયન રિકેલ્ટે 61 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. રાજસ્થાન તરફથી મહિષ તિક્ષ્ણા અને રાયન પરાગે 1-1 વિકેટ લીધી.