ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી પરીક્ષાઓનુ સમય પત્રક નક્કી કરાયું છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ ની પ્રિલીમ પરીક્ષાઓ આગામી 20 એપ્રિલ અને મુખ્ય પરીક્ષા 20 થી 29 એપ્રિલ દરમિયાન લેવાશે. GPSC દ્વારા પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે વધુ માહિતી આપી.મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-૨ની પ્રિલીમ પરીક્ષા આગામી 6 જૂન અને મુખ્ય પરીક્ષા આગામી 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે. આ ઉપરાંત હિસાબી અધિકારી વર્ગ-૧/૨ ની પ્રિલીમ પરીક્ષા પણ આગામી 6 જૂન અને મુખ્ય પરીક્ષા 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે.
Site Admin | માર્ચ 1, 2025 7:19 પી એમ(PM)
ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી પરીક્ષાઓનુ સમય પત્રક નક્કી કરાયું છે