નવેમ્બર 26, 2024 9:50 એ એમ (AM) | ગુજરાત જાહેર સેવા આયોગ

printer

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું પડશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું પડશે. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે ગઈકાલે જણાવ્યું કે, તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી છે. ત્યારે આ વખતે સંમતિપત્રમાં કોઈ ફી લેવામાં નહીં આવે. સરકારના પૈસા, સમય ન વેડફાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે.
શ્રી પટેલે ઉમેર્યું, આયોગે 11 કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર કર્યો છે. આમાં ભાગ એક પ્રશ્નપત્ર તમામ કેડર માટે એકસરખું રહેશે. જ્યાર ભાગ 2નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ-અલગ રહેશે. દરેકનો ભાગ એકનો અભ્યાસક્રમ સરખો હોવાથી હવે ભાગ એકનું સરખું જ પેપર હશે. ભાગ એક અને 2ની પરીક્ષામાં એકાદ અઠવાડિયાનું અંતર રેહવાથી ઉમેદવારોને તૈયારી કરવામાં સરળતા રહેશે