મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફ કરાશે.
આ નિર્ણય અનુસાર જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 6 મહિનાની સમય મર્યાદામાં આવાસના હપ્તાની મૂદ્દલ સંપૂર્ણ ભરપાઈ કરે તેમની દંડનીય વ્યાજની રકમ માફ કરાશે.
આ નિર્ણયથી 9 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ 154 કરોડ રૂપિયાની દંડનીય વ્યાજ રાહત મળશે. મૂદ્દલ સંપૂર્ણ ભરી દેનારા લાભાર્થીઓને માલિકી હક્ક મળતા પોતે મકાન માલિક બનશે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 7:46 પી એમ(PM)
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફ કરાશે.