દિલ્હીમાં આજે સવારે ભારે વરસાદ પડવાથી ભીષણ ગરમીથી રાહત મળી. હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને હિમાચાલ પ્રદેશમાં પણ આગામી બે દિવસ સુધી આ જ સ્થિતિ રહેવાની શક્યતા છે. પૂર્વ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આઠ જુલાઈ સુધી આ ક્ષેત્ર માટે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
દરમિયાન હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં આજે અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે આગામી 11 જુલાઈ સુધી ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક સ્થળ પર ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તાર તથા ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે.
Site Admin | જુલાઇ 6, 2025 1:32 પી એમ(PM)
ગુજરાત, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી