ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
શ્રી પટેલે કહ્યું, પવન ઊર્જા અને સોલાર ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની સ્થાપિત ઊર્જા ક્ષમતામાં 54 ટકા ભાગ પુનઃપ્રાપ્ય ઊર્જાનો છે.
મુખ્યમંત્રી રિ-ઇન્વેસ્ટ સંમેલનના સ્ટેટ સેશન અંતર્ગત ‘મિશન 100 ગીગાવૉટ ઑફ રિન્યૂએબલ એનર્જી ઇન ગુજરાત’નું લોકાર્પણ તથા ‘ગુજરાત એનર્જી વિઝન 2047’નું વિમોચન કર્યું હતું. શ્રી પટેલની ઉપસ્થિતિમાં P.G.C.I.L. અને રાજ્ય સરકાર વચ્ચે 5 હજાર કરોડ રૂપિયા, G.S.E.C. અને G.U.V.N.L. વચ્ચે 59 હજાર કરોડ રૂપિયા, અવાડા એનર્જી અને G.P.C.L. વચ્ચે 85 હજાર કરોડ રૂપિયા અને જૂનીપર ગ્રીન એનર્જી અને G.E.D.A. વચ્ચે 30 હજાર કરોડ રૂપિયાના એમ ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.