ઓક્ટોબર 21, 2025 7:54 પી એમ(PM)

printer

ગુજરાત અને હરિયાણા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું

ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું છે.
પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાતને 2024-25 માટે સંયુક્ત અનુદાનના બીજા હપ્તા તરીકે અંદાજે 522 કરોડ રૂપિયા મળશે. દરમિયાન, હરિયાણાને નાણાકીય વર્ષ 2025-26 માટે સંયુક્ત અનુદાનના પ્રથમ હપ્તા માટે 195 કરોડ રૂપિયા મળશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ અનુદાનનો ઉપયોગ સ્વચ્છતા, ઘરગથ્થુ કચરાનો નિકાલ, પીવાના પાણીનો પૂરવઠો અને ODF સ્થિતિ જાળવવા જેવી મૂળભૂત સેવાઓ માટે કરાશે.