એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

printer

ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યનાં મૃતકનાં પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પહેલાગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે..આ ત્રણેયના મૃતદેહો મોડીરાત્રે તેમના વતન લવાયા હતા.. જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એકનો સમાવેશ થાય છે.. મૃતક ત્રણેની થોડીવારમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. ભાવનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષં સંઘવીની ઉપસ્થિતિમાં અંતિમ ક્રિયા સંપન્ન થશે.