હવામાન વિભાગે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે.
દરમિયાન, રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બંધ અને નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે પ્રદેશમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:27 પી એમ(PM)
ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
