ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે.
આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ રેડ અલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે.આ પરિસ્થિતિને જોતા ભારતીય તટરક્ષક દળોએ કાંઠા વિસ્તારોમાં સુરક્ષા અંગેના આગોતરા પગલા લેવાના શરૂ કર્યા છે. જે અંતર્ગત, ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.. આ ઉપરાંત, તટરક્ષક દળો દ્વારા ચોવીસ કલાક દરિયાઈ સીમાઓનું નિરીક્ષણ કરાઇ રહ્યું છે અને જહાજો, વિમાન અને રડાર સ્ટેશનોથી રેડિયો ચેનલો પર સાવચેતી અંગેની સૂચનાઓ પ્રસારિત કરાઇ રહી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:02 એ એમ (AM)
ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા
