ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા હતા. રાજ્યએ LEADS સૂચકાંકમાં વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય દ્વારા રાજ્યોને “એચીવર્સ”, “ફાસ્ટ મૂવર્સ” અને “એસ્પાયરર્સ” શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં ગુજરાતે સતત ત્રણ વર્ષથી  “એચીવર્સ શ્રેણીમાં આ સ્થાન મેળવ્યું છે. ગુજરાતે એક વ્યાપક લોજિસ્ટિક્સ માળખાકીય મૂલ્ય શ્રેણી વિકસાવી છે, જેમાં દૂરના વિસ્તારો સુધી પહોંચતા પહોળા માર્ગની જાળવણી, એક્સપ્રેસ-વે, બંદરના વિકાસ, રેલવે જોડાણ પ્રોજેક્ટ્સ વગેરે સામેલ છે.