ફેબ્રુવારી 21, 2025 7:13 પી એમ(PM) | ગુજરાતી ભાષા

printer

ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિનની રાજ્યભરમાં ઉજવણી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી… આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ…
કચ્છી, કાઠીયાવાડી, સુરતી, અમદાવાદી, નાગર, પારસી.. આ બધી લઢણ ને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતો ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી…
ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત માતૃભાષા અભિયાન સંસ્થાના કાર્યકર અને લેખક હરિશ ખત્રીએ માતૃભાષાનાં મહત્વ અંગે વાત કરતાં આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો.
રાજપીપલાની સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ સામુહિક પ્રતિજ્ઞા લઈ મારાં હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન હેઠળ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ, દરેક ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન તેમજ બહુ ભાષાવાદને પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.