ઓગસ્ટ 1, 2025 7:49 પી એમ(PM)

printer

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ ‘વશ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી શ્રેણી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત

વર્ષ 2023ની ફિલ્મો માટે 71મા રાષ્ટ્રીય પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી. જેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જાહેર થયો છે. આ જ શ્રેણીમાં મલયાલમ ફિલ્મ ‘ઉલોઝોકુ’ માટે અભિનેત્રી ઉર્વશીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કારની જાહેરાત થઇ છે. વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘વશ’માં જાનકી બોડીવાલા સાથે અભિનેતા હિતેન કુમાર પણ હતા. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું.
અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મ “જવાન” માટે અને વિક્રાંત મેસીને “12TH fail” માટે શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા છે. રાની મુખર્જીને “મિસિસ ચેટર્જી V/s નોર્વે ” માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યારે કટહલ – અ જેકફ્રૂટ મિસ્ટ્રીને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કારની જાહેરાત થઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.