મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા- SIR ઝુંબેશ હેઠળ ચૂંટણી પંચે આજે ગુજરાત માટે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં મુસદ્દા યાદીમાં લગભગ 4 કરોડ 34 લાખ મતદારો નોંધાયા છે. નોંધનીય છે કે, ડેટાબેઝની ચોકસાઈ અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સુધારણા પ્રક્રિયાના પરિણામે મૃતકો, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ સહિત 73 લાખ 73 હજારથી વધુ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ જણાવ્યું.
કુલ 5 કરોડ 8 લાખ મતદારોમાંથી, 4 કરોડ 34 લાખ મતદારોના રેકોર્ડ સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. નાગરિકો હવે 18 જાન્યુઆરી, 2026 સુધી તેમના દાવા અને વાંધાઓ મોકલી શકે છે. સત્તાવાર સમયપત્રક અનુસાર, ચૂંટણી અધિકારીઓ અંતિમ પ્રકાશન પહેલાં 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં આવા તમામ દાવાઓ અને વાંધાઓનો નિકાલ કરશે.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:40 પી એમ(PM)
ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર – ચાર કરોડ 34 લાખ મતદાર નોંધાયા