ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ સમાન નાગરીક સંહિતાના અમલની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને રજૂ કરશે. વિવિધ સમાજના અગ્રણીઓ ધાર્મિક અગ્રણીના અભિપ્રાય એકત્રિત કરીને પાંચ સભ્યોની સમિતિ પોતાનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે .આ કમિટીના અન્ય સભ્યોમાં રાજ્યના નિવૃત્ત સનદી અધિકારી સી એસ મીના, સામાજીક કાર્યકર ગીતા શ્રોફ તેમજ આરસી કોડેકર તેમજ પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરનો પણ આ સમિતિમાં સમાવેશ કરાયો છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 2:05 પી એમ(PM)
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે સરકારે પાંચ સભ્યોની કમિટીની રચના કરી
