ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2025 2:26 પી એમ(PM)

printer

ગુજરાતમાં શનિવાર અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ધોધમાર વરસાદની આગાહી

હવામાન ખાતાએ ગુજરાતમાં શનિવાર સુધી અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ, કર્ણાટકના દરિયાકાંઠા, કેરળ, માહે અને તેલંગાણામાં આજે વિવિધ સ્થળ પર ભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે બિહાર, ગુજરાત, આંતરિક કર્ણાટક, ઝારખંડ, તેલંગાણા, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા તથા અંદામાન અને નિકોબાર ટાપુમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા અને ઝડપી પવન ફૂંકાવવાની આગાહી છે.