જાન્યુઆરી 21, 2026 10:12 એ એમ (AM)

printer

ગુજરાતમાં વિશ્વની કંપનીઓને રોકાણ માટે આકર્ષવા દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં નાયબ મુખ્યમંત્રીની અસરકારક રજૂઆત

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસમાં કહ્યું હતું કે, વિશ્વ આર્થિક મંચમાં ભારતનો અવાજ વૈશ્વિક મંચ પર મજબૂત પ્રભાવ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં રોકાણ માટેની તકો અંગે વિશ્વના અનેક દેશો સમક્ષ ભારતીય પ્રતિનિધિમંડળ મજબૂત રીતે રજૂઆત કરી રહ્યું છે.આ બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં (એગ્રી બિઝનેશ) કૃષિ ઉદ્યોગ તેમજ તેલબીયા અંગેના ગુજરાતમાં વેપાર માટે તકોની વિવિધ દેશોની કંપનીઓના અગ્રણી ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી.