ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે. દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘના વસવાટ માટે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ સાથે ચર્ચા કરવામાં આવી રહી હોવાનું પણ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી તેમજ વાઇલ્ડલાઈફના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ.જયપાલ સિંઘે એ પણ વાઘના આગમનની પુષ્ટિ કરી હતી. ત્યારે રાજ્યમાં વાઘની હાજરીને પગલે વનતંત્ર, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે.
Site Admin | નવેમ્બર 19, 2025 7:45 પી એમ(PM)
ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘના આગમનની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી