ડિસેમ્બર 31, 2025 7:46 પી એમ(PM)

printer

ગુજરાતમાં રમાયેલી વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં હૈદરાબાદ સામે બરોડાનો વિજય

વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં આજે હૈદરાબાદ સામે બરોડાની ટીમનો વિજય થયો. ગુજરાતના રાજકોટમાં રમાયેલી મૅચમાં હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બરોડાએ નિર્ધારિત 50 ઑવરમાં ચાર વિકેટ ગુમાવી 417 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદની ટીમ 49 ઑવર પાંચ બૉલમાં 380 રન જ બનાવી શકી.
બરોડા તરફથી નિત્ય પંડ્યાએ 122 અને કૃણાલ પંડ્યાએ અણનમ 109 રન બનાવ્યા. જ્યારે 127 રન કરનારા અમિત પાસીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા. તો હૈદરાબાદની ટીમમાંથી અભિરથ રેડ્ડીએ 130 અને પ્રગ્યાય રેડ્ડીએ 113 રન બનાવ્યા હતા. બરોડાના ખેલાડી અતિત શેઠ અને મહેશ પિઠિયાએ ત્રણ-ત્રણ તથા કરણ ઉમટ અને રાજ લિમ્બાનીએ બે-બે વિકેટ લીધી હતી.
બેંગ્લોરમાં રમાયેલી અન્ય એક મેચમાં સૌરાષ્ટ્રની ટીમે આંધ્રની ટીમને હરાવી હતી. સૌરાષ્ટ્ર તરફથી પાંચ વિકેટ લેનારા અંકુર પંવારને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.