ગુજરાતમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ યથાવત્ રહ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના અહેવાલ અનુસાર આજે સવારે છે વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ અને ભાવનગરના મહુવામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
હાલમાં પણ અનેક સ્થળે વરસાદ વરસી રહ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.
હવામાન વિભાગે કેરળના કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે કેરળના અન્ય સાત જિલ્લાઓ પણ આજે અને આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM)
ગુજરાતમાં ભારે વરસાદ, કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ.