ગુજરાતમાં પ્રથમ વખત રેલવે સુરક્ષા દળ – RPFનો 40મો સ્થાપના દિવસ આજે વલસાડ ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહેશે.સત્તાવાર યાદી મુજબ, શ્રી વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે. તેઓ પ્રશંસનીય સેવા આપનારા 41 જવાનોને પણ પુરસ્કાર એનાયત કરશે. આ સમારોહમાં RPF દ્વારા રજૂ થનારા મલખંમ્ શૉ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:45 એ એમ (AM)
ગુજરાતમાં પ્રથમ વખત રેલવે સુરક્ષા દળ – RPFનો 40મો સ્થાપના દિવસ આજે વલસાડ ખાતે ઉજવાશે
