માર્ચ 1, 2025 7:07 પી એમ(PM)

printer

ગુજરાતમાં પ્રથમવાર ધોરણ 10 ના બે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે લેપટોપ પર પરીક્ષા આપી છે

સુરતમાં અંધજન શિક્ષણ મંડળ સંચાલિત શાળામાં ચાલુ વર્ષે ધોરણ 10 ના કુલ 13 વિદ્યાર્થીઓ માંથી 11 વિદ્યાર્થીઓ રાઇટરની મદદથી પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બે વિદ્યાર્થીઓ રાઇટરની મદદ લીધા વિના પેપર જાતે ટાઈપ કરીને લેપટોપ પર પરીક્ષા આપી રહ્યા છે આજરોજ ધોરણ 10 નું સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ નું પેપર હતું. જેમાં ગુજરાતમાં પ્રથમવાર ધોરણ 10 ના બે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે લેપટોપ પર પરીક્ષા આપી છે.ધોરણ 12 માં ચાલુ વર્ષે કુલ 15 પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની લેપટોપ પર પરીક્ષા આપી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.