જાન્યુઆરી 5, 2025 4:11 પી એમ(PM)

printer

ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત વડી અદાલત બાદ તમામ જિલ્લા અદાલતોને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવશે. – કાયદા મંત્રી ઋષિકેશ પટેલ

કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત વડી અદાલત બાદ તમામ જિલ્લા અદાલતોને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવશે.
કાયદા વિભાગ દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU ખાતે ગુજરાતના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલનાં હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી પટેલે જણાવ્યું કે, આ તાલીમથી મદદનીશ સરકારી વકીલોને આ ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતવાર માહિતી મળશે, જેથી અદાલતમાં ઝડપથી કેસ કેવી રીતે ચાલે તે માટે તેઓ સજ્જ થઈ શકશે